________________
૧૪૮
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં.
જ્ઞાન કોને કહેવાય ?જ્ઞાન તો રાગ-દ્વેષ વગરનું વીતરાગ છે. જ્ઞાન તો ચૈતન્ય સ્વાદવાળું છે. આવું જ્ઞાન તે જ્ઞાનીનું કર્મ છે. જ્ઞાનીનો આત્મા આવા શુદ્ધ જ્ઞાનમાં જ છે. આવા ભેદજ્ઞાન વડે જ્ઞાનીને આત્માના અનુભવમાં આનંદના વેણલા વાયા છે. અહા ! વીતરાગમાર્ગ એ તો અલૌકિક જ છે. આવો માર્ગ સમજીને આત્મામાં વીતરાગસ્વરૂપ સુખ પ્રગટે તે જ આત્માનું જીવન છે એમ કહેતાં સંવર અધિકાર પૂર્ણ થાય છે.
૧૭. નિર્જરા અધિકારમાં કહે છે કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે, સ્થિત થયું છે, એનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે અને સંવરપૂર્વક નિર્જરા છે. નિર્જરાના ત્રણ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે.
૧) આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે. ૨) ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્ઝરા છે; આ અસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે તથા ત્યાં૩) જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અસ્તિરૂપથી ભાવર્જિરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્ઝરા છે. શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા છે.
પોતાના સિવાય પર રાગાદિ પદાર્થો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા - વૈરાગ્ય હોય છે અને તે વૈરાગ્ય નિર્જરાનો હેતુ છે.
હવે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકભાવ જ જાણે છે.
કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે.
ગાથા ૨૦૬માં કરૂણાપૂર્વક ઉપદેશમાં આચાર્ય કહે છે, ‘હે ભવ્ય પ્રાણી ! તું જ્ઞાનમાં નિત્ય પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા, આનાથી તૃપ્ત થા, આમ કરવાથી તને ઉત્તમ સુખ થશે.’
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ થા ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.
હવે પરિગ્રહની ભાષા સમજાવતા કહે છે, ‘ઇચ્છા પરિગ્રહ છે’. જ્ઞાની જ્ઞાયક છે, પરિગ્રહી નથી. છેલ્લી આઠ ગાથાઓમાં સમ્યગ્દષ્ટિના આઠ લક્ષણો બતાવી નિર્જરા અધિકાર પૂરો કરે છે. તે આ
પ્રમાણે છે.