________________
૧૩૪ असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ॥ ३८०॥ असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव। ण य एदि विणिग्गहि, बुद्धिविसयमागदं दव्वं ॥ ३८१॥ एयं तु जाणिऊणं उवसमं णेव गच्छदे मूढो। णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो॥ ३८२॥ રે! પુદ્ગલો બહુવિધ નિંદા - સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, મુજને કહ્યું ગણી, રોષ-તોષ જીવો કરે. ૩૭૩. પુદ્ગલદરવ શબ્દત્વપરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું ક્યાં કરે? ૩૭૪. શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫. શુભ કે અશુભ જે રૂપ તે તું જો મને’ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬. શુભ કે અશુભ જે ગંધ તે “તું સુંઘ મુજને’ નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને; ૩૭૭. શુભ કે અશુભ રસ જેહ તે તું ચાખ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮. શુભ કે અશુભ જે સ્પર્શ તે તું સ્પર્શ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૯. શુભ કે અશુભ જે ગુણ તે તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને; ૩૮૧.