________________
૧૩૫
-આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે !
શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨. અર્થ બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનોરૂપે પુગલો પરિણમે છે, તેમને સાંભળીને અજ્ઞાની જીવ ‘મને કહ્યું’ એમ માનીને રોષ અને તોષ કરે છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).
પુદ્ગલદ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ જો (તારાથી) અન્ય છે, તો તે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી; તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે?
અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે તું મને સાંભળ”; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને),શ્રોત્રંદ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી.
અશુભ અથવા શુભ રૂપતને એમ નથી કહેતું કે તું મને જો'; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), ચક્ષુઈન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત ચક્ષુગોચર થયેલા) રૂપને ગ્રહવા જતાં નથી.
અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તું મને સુંઘ'; અને આત્મા પણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનથી ચુત થઈને) ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે તું મને ચાખ'; અને આત્મા પણ રસનાઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે તું મને સ્પર્શ'; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), કાયાના (-સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભગુણ તને એમ નથી કહેતો કે તું મને જાણ'; અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ'; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતો નથી.
આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે પરને ગ્રહવાનું મન કરે છે.
कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ॥ ३८३॥ कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं। तत्तो णियत्तदे जो सो पञ्चक्खाणं हवदि चेदा ॥ ३८४॥