________________
૧૩૬
जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं । तं दो जो चेददि सो खलु आलोयणं चेदा ॥ ३८५ ॥
णिच्चं पच्चक्खाणं कुव्वदि णिच्चं पडिक्कमदि जो य । णिच्चं आलोचेयदि सो ह चरितं हवदि चेदा ॥ ३८६ ॥ हु શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્તે આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩.
શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫.
પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્યે કરે, નિત્યે કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
અર્થ : પૂર્વે કરેલું / અનેક પ્રકારના વિસ્તારવાળું (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ તેનાથી જે આત્મા પોતાને
'નિવર્તાવે છે, તે આત્મા પ્રતિક્રમણ છે.
૧. નિવર્તાવવું = પાછા વળવું; અટકાવવું; દૂર રાખવું.
ભવિષ્ય કાળનું જે શુભ-અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે, તે આત્મા પ્રત્યાખ્યાન છે.
વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ-અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે - અનુભવે છે-જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ-કર્તાપણું છોડે છે), તે આત્મા ખરેખર આલોચના છે.
જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે.
वेदतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं ।
सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८७॥
वेदतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८८ ॥