________________
૧૩૨ जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु। तम्हा सम्मादिहिस्स पत्थि रागो दु विसएसु ॥ ३७०॥ रागो दोसो मोहो जीवस्सेव य अणण्णपरिणामा। एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी॥ ३७१॥ ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં, તે કારણે આ આતમાં શું હણી શકે તે કર્મમાં? ૩૬૭. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં, તે કારણે આ આતમાં શું હણી શકે તે કાયમાં? ૩૬૮. છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાગો ચરિતનો, ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પગલદ્રવ્યનો. ૩૬૯. જે ગુણ જીવ તણા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ સુદષ્ટિ જીવને રાગ ના. ૩૭૦. વળી રાગ, દ્વેષ, વિમોહતોજીવના અનન્ય પરિણામ છે,
તે કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧. અર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી, તેથી આત્મા તે વિષયોમાં શું હાણે (અર્થાત્ શાનો ઘાત કરી શકે)?
દર્શન-જ્ઞાન-ચારિત્ર અચેતન કર્મમાં જરા પણ નથી, તેથી આત્મા તે કર્મમાં શું હશે? (કાંઈ હણી શકતો નથી.)
દર્શન-જ્ઞાન-ચારિત્ર અચેતન કાયામાં જરા પણ નથી, તેથી આત્મા તે કાયાઓમાં શું હશે? (કાંઈ હણી શકતો નથી.)
જ્ઞાનનો, દર્શનનો તથા ચારિત્રનો ઘાત કહ્યો છે, ત્યાં પુગલદ્રવ્યનો ઘાત જરા પણ કહ્યો નથી. (દર્શન-જ્ઞાન-ચારિત્ર હણાતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી.)
(આ રીતે) જે કોઈ જીવના ગુણો છે, તે ખરેખર પરદ્રવ્યોમાં નથી, તેથી સમ્યગ્દષ્ટિને વિષયો પ્રત્યે રાગ નથી.