________________
૧૩૧ જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે, સુદષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૪. એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો,
ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫. અર્થ: (જો કે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને શેય-જ્ઞાયક, દશ્ય-દર્શક, ત્યાજ્ય-ત્યાજક ઇત્યાદિ સંબંધ છે,
તો પણ નિશ્ચયે તો આ પ્રમાણે છે :-) જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી. તે તો ખરી જ છે, તેમ જ્ઞાયક (જાણનારો, આત્મા) પરનો (પરદ્રવ્યનો) નથી, જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખરી જ છે, તેમ દર્શક (દખનારો આત્મા) પરનો નથી, દર્શક તે તો દર્શક જ છે. જેમ ખડી પરની (-ભીંત આદિની) નથી, ખડી તે તો ખરી જ છે, તેમ સંયત (ત્યાગ કરનારો, આત્મા) પરનો (-પરદ્રવ્યનો) નથી, સંયત તે તો સંયત જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખરી જ છે, તેમ દર્શન અર્થાત્ શ્રદ્ધાન પરનું નથી, દર્શન તે તો દર્શન જ છે અર્થાત્ શ્રદ્ધાન તે તો શ્રદ્ધાન જ છે.
એ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે નિશ્ચયનયનું કથન છે. વળી તે વિષે સંક્ષેપથી વ્યવહારનયનું કથન સાંભળ.
જેમ ખડી પોતાના સ્વભાવથી (-ભીંત આદિ) પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને જાણે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને દેખે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે, તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને ત્યાગે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને રાફેદ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને શ્રદ્ધે છે. આ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે વ્યવહારનયનો નિર્ણય કહ્યો; બીજા પર્યાયો વિષે પણ એ રીતે જ જાણવો.
दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए। तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएसु ॥ ३६६ ॥ दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे। तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ॥ ३६७ ॥ दसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए। तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु॥ ३६८ ॥ णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स। ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो ॥ ३६९ ।।