________________
૧૧૯
નિયમથી કર્મના આશ્રયે (-કર્મને અવલંબીને) કર્તા હોય છે; તેમ જ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે; બીજી કોઈ રીતે કર્તા-કર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી.
चेदा दु पयडीअट्ठ उप्पज्जइ विणस्स ।
पयडी वि चेययङ्कं उप्पज्जइ विणस्स ॥ ३१२॥
एवं बंध उ दोहं पि अण्णोण्णप्पच्चया हवे । अप्पणो पयडीए य संसारो तेण जायदे || ३१३॥
પણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઊપજે વિણસે અરે ! ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને -આત્મા અને પ્રકૃત્તિ તણો, સંસાર તેથી થાય છે.
૩૧૩.
અર્થ : ચેતક અર્થાત્ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેનો -આત્માનો અને પ્રકૃતિનો- બંધ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે.
जा एस पयडीअट्ठ चेदा णेव विमुंच ।
अयाणओ हवे तावमिच्छादिट्ठी असंजओ ॥ ३१४ ॥
जदा विमुंचए चेदा कम्मफलमणंतयं । तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी ॥ ३१५ ॥ ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે, અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે;
૩૧૨.
આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે, જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે.
૩૧૪.
૩૧૫.
અર્થ :જ્યાં સુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું છોડતો નથી, ત્યાં સુધી તે અજ્ઞાયક છે,
મિથ્યાદષ્ટિ છે, અસંયત છે.
જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે, ત્યારે તે જ્ઞાયક છે, દર્શક છે, મુનિ છે, વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે.