________________
૧૧૮
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર |
दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं। जह कडयादीहिं दु पज्जएहिं कणयं अणण्णमिह ॥३०८॥ जीवस्साजीवस्स दु जे परिणामा दु देसिदा सुत्ते। तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि॥३०९ ॥ ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो आदा। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ॥ ३१० ॥ कम्मं पडुच्च कत्ता कत्तारं तह पडुच्च कम्माणि। उप्पज्जति य णियमा सिद्धी दु ण दीसदे अण्णा ॥ ३११॥ જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય છે, જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮. જીવ-અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં, તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૯, ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથી જ કારણ પણ ઠરે. ૩૧૦. રે! કર્મ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧. અર્થ : જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ.
જીવ અને અજીવના જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યા છે, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ.
કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી તેથી તે આત્મા (કોઈનું) કાર્ય નથી, અને કોઈને ઉપજાવતો નથી તેથી તે (કોઈ) કારણ પણ નથી.