________________
૧૨૧ જ્યમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે !
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦ અર્થ : જેમ નેત્ર (દશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે.
लोयस्स कुणदि विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते। समणाणं पि य अप्पा जदि कुव्वदि छबिहे काए ॥ ३२१॥ लोयसमणाणमेयं सिद्धतं जइ ण दीसदि विसेसो। लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणदि॥ ३२२॥ एवं ण को वि मोक्खो दीसदि लोयसमणाण दोण्हं पि। णिच्वं कुव्वंताणं सदेवमणुयासुरे लोए ॥ ३२॥
જ્યમ લોક માને “દવ, નારક આદિ જીવ વિષેગુ કરે”, ત્યમ શ્રમણ પણ માને કદી ‘આત્મા કરે ષટ્ કાયને', ૩ર૧ તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે, વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨.
એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
-જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્ય કરે. ૩૨૩. અર્થ લોકના (લૌકિક જનોના) મતમાંદેવ, નારક, તિર્યચ, મનુષ્ય-પ્રાણીઓને વિષ્ણુ કરે છે, અને જો શ્રમણોના
(મુનિઓના) મંતવ્યમાં પણ છે કાયના જીવોને આત્મા કરતો હોય તો લોક અને શ્રમણોનો એક સિદ્ધાંત થાય છે, કાંઈ ફેર દેખાતો નથી; (કારણ કે) લોકના મતમાં વિષગુ કરે છે અને શ્રમણોના મતમાં પણ આત્મા કરે છે તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). એ રીતે દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને સદાય કરતાં (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા તે લોક તેમ જ શ્રમણ - બન્નેનો કોઈ મોક્ષ દેખાતો નથી.
ववहारभासिदेण द परदव्वं मम भणंति अविदिदत्था। जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि ॥ ३२४॥ जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररटुं। ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा ॥ ३२५ ॥