________________
૧૨૩ अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं । तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ॥ ३३१॥ જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને, તો તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮. અથવા કરે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને, તો તો ઠરે મિથ્યાત્વી પુગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩૨૯. જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને, તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦. જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત! -એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧. અર્થ જો મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ આત્માને મિબાદષ્ટિ કરે છે એમ માનવામાં આવે, તો તારા મતમાં અચેતન પ્રકૃતિ (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!)
અથવા, આજીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને કરે છે એમ માનવામાં આવે, તો પુદ્ગલદ્રવ્ય મિશ્રાદષ્ટિ ઠરે ! જીવ નહિ!
અથવા જો જીવ તેમ જ પ્રકૃતિ બન્ને પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ કરે છે એમ માનવામાં આવે, તો જે બન્ને વડે કરવામાં આવ્યું તેનું ફળ બન્ને ભોગવે!
અથવા જો પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવરૂપ નથી પ્રકૃતિ કરતી કે નથી જીવ કરતો (-બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે ! તે શું ખરેખર મિથ્યા નથી ? (આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ છે.)
कम्मेहि दु अण्णाणी किज्जदिणाणी तहेव कम्मेहिं। कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं॥ ३३२॥ कम्मेहि सुहाविजदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं। कम्मेहि य मिच्छत्तं णिज्जदि णिज्जदि असंजमं चेव ॥ ३३३॥ कम्मेहि भमाडिज्जदि उड्डमहो चावि तिरियलोयं च। कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि ॥ ३३४॥