________________
૧૧૫
એ જીવ કેમ ગ્રહાય ? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે.
૨૯૬.
અર્થ : (શિષ્ય પૂછે છે કે -) તે (શુદ્ધ) આત્મા કઈ રીતે ગ્રહણ કરાય ? (આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે -) પ્રજ્ઞા વડે તે (શુદ્ધ) આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
पण्णाए घित्तव्वो जो चेदा सो अहं तु णिच्छयदो ।
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९७ ॥
પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૭.
અર્થ : પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે - જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९८ ॥
पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा ॥ २९९ ॥
પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે દેખનારો તે જ હું,
–
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૮.
પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાણવું. ૨૯૯.
અર્થ : પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે - જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર
છે એમ જાણવું.
પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે - જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
hat in भणिज् बुह णादुं सव्वे पराइए भावे
1
मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥ ३०० ॥