________________
૫૮
૨. કર્તા-કર્મ અધિકાર
जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि। अण्णाणी ताव दु सो कोहादिसु वट्टदे जीवो ॥६९॥ कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि । जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं॥७०॥ આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯. જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦. અર્થ જીવ જ્યા સુધી આત્મા અને આસ્રવ - એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસ્રવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞદેવોએ કહ્યો છે.
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से॥७१॥ આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧. અર્થ : જ્યારે આ જીવ આત્માના અને આસવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી.
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च। दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो॥७२॥ અશુચિપણું, વિપરીતતા એ આસવોના જાણીને,
વળી જાણીને દુખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨. અર્થ આફ્સવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી
નિવૃત્તિ કરે છે.