________________
૯૧
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥ २०१॥ अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो॥२०२॥ અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદષ્ટિ જે જીવ - અજીવને નહિ જાણતો? ૨૦૨. અર્થ ખરેખર જે જીવને પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય
તો પણ આત્માને નથી જાણતો; અને આત્માને નહિ જાણતો થકો તે અનાત્માને (પરને) પણ નથી જાણતો; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે ?
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। . थिरमेगमिमं भावं उपलब्भंतं सहावेण ॥२०३॥ જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા,
સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩. અર્થ આત્મામાં અપદભૂત દ્રવ્ય-ભાવોને છોડીને નિશ્ચિત, સ્થિર, એક આ(પ્રત્યક્ષ અનુભવગોચર)ભાવને - કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને (હે ભવ્ય!)જેવો છે તેવો ગ્રહણ કર.(નેતારું પદ છે).
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिएं णिबुदि जादि॥ २०४॥ મતિ, શ્રત, અવધિ, મન, કેવલ તેહપદ એક જખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. અર્થ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન - તે એક જ પદ કારણ કે જ્ઞાનના
સર્વ ભેદો જ્ઞાન જ છે); તે આ પરમાર્થ છે (શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે-) કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.
णाणगुणेण विहीणा एदं तु पदं बहू वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ २०५॥