________________
૧૦૮
અર્થ : આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી
લેપાતા નથી.
बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एकमेव सव्वं चित्तं भावो य परिणामो ॥ २७१ ॥
બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ - શબ્દો સર્વ આ એકાર્થ છે.
૨૭૧.
અર્થ : બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ - એ બધા એકાર્થ જ છે. (-નામ જુદા છે, અર્થ જુદા નથી.)
एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण ।
णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं ।। २७२ ।।
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨.
અર્થ ઃ એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે.
वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं ।
कुव्वंतो वि अभव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ।। २७३ ।। જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ- ૫-શીલને,
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ૨૭૩.
અર્થ : જિનવરોએકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપકરતાં છતાંપણઅભવ્યજીવઅજ્ઞાનીઅને મિથ્યાદષ્ટિછે. मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज ।
पाठो ण करेदि गुणं असदहंतस्स णाणं तु ॥ २७४ ॥
મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે,
પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪.
અર્થ : મોક્ષને નહિ શ્રદ્ધતો એવો જે અભવ્ય જીવ છે તે શાસ્ત્રો તો ભણે છે, પરંતુ જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને શાસ્ત્રપઠન ગુણ કરતું નથી.