________________
૧૦૭ કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે !
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬. અર્થ હે ભાઈ ! હું જીવોને દુઃખી-સુખી કરું છું, બંધાવું છું તથા મુકાવું છું' એવી જે આ તારી મૂઢ મતિ (મોહિત બુદ્ધિ) છે તે નિરર્થક હોવાથી ખરેખર મિથ્યા (-ખોટી) છે.
अज्झवसाणणिमित्तं जीवा बज्झंति कम्मणा जदि हि। मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥ २६७॥ સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગ સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭. અર્થ હે ભાઈ! જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તો તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.).
सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥ २६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च। सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥ २६९॥ તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય-પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯. અર્થ જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો, તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ
- એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ અને લોકઅલોક-એ બધારૂપ પોતાને કરે છે.
एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥ २७० ॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.