________________
૧૧૦ ત્યમ જ્ઞાની” પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯. અર્થ : જેમ સ્ફટિકમણિ શુદ્ધ હોવાથી રાગાદિરૂપે રતાશ આદિરૂપે) પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રક્ત આદિદ્રવ્યો વડે તે રક્ત (-રાતો) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત્ આત્મા શુદ્ધ હોવાથી રાગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી આદિ કરાય છે.
ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा। सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥२८॥ કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે,
જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦. અર્થ જ્ઞાની રાગદ્વેષમોહને કે કષાયભાવને પોતાની મેળે પોતામાં કરતો નથી તેથી તે, તે ભાવોનો કારક અર્થાત્ કર્તા નથી
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि॥ २८१॥ પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ જે પ્રાણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧. અર્થ રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે.
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा ॥ २८२॥ . એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨. અર્થ રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો થકો આત્મા રાગાદિકને બાંધે છે.
अप्पडिकमणं दुविहं अपच्चखाणं तहेव विण्णेयं । एदेणुवदेसेण य अकारगो वण्णिदो चेदा ॥ २८३॥