________________
૧૦૯ सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि। धमं भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ॥ २७५ ॥ તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ૨૭૫. અર્થ તે (અભવ્ય જીવ) ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, તેની જ પ્રતીત કરે છે, તેની જરૂચિ કરે છે અને
તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મ નથી શ્રદ્ધતો, નથી તેની પ્રતીત કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.)
आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवणिकं च तहा भणदि चरित्तं तु ववहारो॥ २७६ ॥ आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च। आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो॥ २७७॥ આચાર’ આદિજ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું, શજીવનિકાય ચરિત છે, એ કથન નય વ્યવહારનું. ૨૭૬. મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર-યોગ છે. ૨૭૭. અર્થ આચારાંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિતત્ત્વો તે દર્શન જાણવું અને છ જીવ-નિકાય તે ચારિત્ર છે - એમ તો વ્યવહારનય કહે છે.
નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ (સમાધિ, ધ્યાન) છે.
जह फलिहमणी सुद्धोण सयं परिणमदिरागमादीहिं। रंगिज्जदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं ॥ २७८ ।। एवं णाणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। राइज्जदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ॥ २७९ ॥ જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૮.