________________
૧૦૬ अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ। एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ॥ २६२ ॥ મારો - ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી,
-આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨. અર્થ : જીવોને મારો અથવા ન મારો - કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ, નિશ્ચયનયે, જીવોના બંધનો સંક્ષેપ છે.
एवमलिए अदत्ते अबंभचेरे परिग्गहे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं ॥ २६३॥ तह वि य सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं ॥ २६४॥ એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩. એ રીતે સત્ય, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહ
જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪. અર્થ એ રીતે (અર્થાતુ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) અસત્યમાં, અદત્તમાં, અબ્રહ્મચર્યમાં અને
પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પાપનો બંધ થાય છે, અને તેવી જ રીતે સત્યમાં, દત્તમાં, બ્રહ્મચર્યમાં અને અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુણ્યનો બંધ થાય છે.
वत्थु पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं। ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि॥ २६५ ॥ જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫. અર્થ વળી, જીવોને જે અધ્યવસાન થાય છે તે વસ્તુને અવલંબીને થાય છે તો પણ વસ્તુથી બંધ નથી, અધ્યવસાનથી જ બંધ છે.
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि। जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा ॥ २६६ ॥