________________
૧૦૪
कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कह कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं॥ २५५ ॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे। कम्मं च ण दिति तुहं कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥
જ્યાં કર્મ-ઉદય જીવ સર્વ દુખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી, તે કેમ દુખિત-સુખી કર્યા? ૨૫૪.
જ્યાં કર્મ-ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ર૫૫.
જ્યાં કર્મ-ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬. અર્થ : જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી-સુખી થાય છે, અને હું તેમને કર્મ તો દેતો નથી, તો (હે ભાઈ !) તે તેમને દુઃખી-સુખી કઈ રીતે કર્યા?
જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો (હે ભાઈ !) તેમણે તને દુઃખી કઈ રીતે કર્યો?
જો સર્વ જીવો કર્મના ઉદયથી દુઃખી-સુખી થાય છે, અને તેઓ તને કર્મ તો દેતા નથી, તો (હે ભાઈ !) તેમણે તને સુખી કઈ રીતે કર્યો ?
जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो। तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ॥ २५७॥ जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु। तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ॥ २५८ ॥ મરતો અને જે દુખી થતો-સૌ કર્મના ઉદય બને, તેથી હણ્યો મેં, દુખી કર્યો -તુજ મત શું નહિ મિઆ ખરે? ૨૫૭.