________________
૧૦૫
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
મેંનવ હણ્યો, નવદુખી કર્યો” -તુજ મત શું નહિ મિથ્યાખરે” ૨૫૮ અર્થ : જે મરે છે અને જે દુઃખી થાય છે તે સૌ કર્મના ઉદયથી થાય છે, તેથી મેં માર્યો, મેંદુઃખી કર્યો’ એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી?
વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે, તેથી મેંન માર્યો, મેંન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી ?
एसा दुजा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥ २५९॥ આ બુદ્ધિ છે તુજ - દુખિત તેમ સુખી કરું છું જીવને',
તે મૂઢ મતિ તારી અરે ! શુભ-અશુભ બાંધે કર્મને. ૨૫૯. અર્થ : તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી-સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહરવરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે.
दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि॥ २६०॥ मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि॥ २६१॥ કરતો તું અધ્યવસાન - દુખિત-સુખી કરું છું જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૦. કરતો તું અધ્યવસાન -મારું જિવાડું છું પર જીવને',
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧. અર્થ: હું જીવોને દુઃખી-સુખી કરું છું આવું જે તારું અધ્યવસાન, તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે.
હું જીવોને મારું છું અને જિવાડું છું” આવું જે તારું અધ્યવસાન, તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. ૧. જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય કરવો, (મિથ્યા) અભિપ્રાય કરવો- એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.