________________
૬. નિર્જરા અધિકાર
उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ॥ १९३॥ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે
જે જે કરે સુદષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. અર્થ સમ્યગ્દષ્ટિ જીવ જે ઈદ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.
दव्वे उवभुंजते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि॥ १९४॥ વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯:૪. અર્થ વસ્તુ ભોગવવામાં આવતાં, સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે; ઉદય થયેલો અર્થાત્ ઉત્પન્ન થયેલા તે સુખદુઃખને વેદે છે - અનુભવે છે, પછી તે (સુખદુઃખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
जह विसमुव जंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि। पोग्गलकम्मस्सुदयं तह भुज़दि णेव बज्झदे णाणी॥१९५ ॥
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદય ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. અર્થ : જેમ વૈદ્ય પુરુષ વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો મરણ પામતો નથી, તેમ જ્ઞાની પુગલકર્મના ઉદયને ભોગવે છે તો પણ બંધાતો નથી.
जह मजं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दव्युवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव ॥ १९६ ॥
જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી,
દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. અર્થ : જેમ કોઈ પુરુષ મદિરાને અરતિભાવે (અપ્રીતિથી) પીતો થકો મત્ત થતો નથી, તેવી જ રીતે જ્ઞાની પણ
દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો (કર્મોથી) બંધાતો નથી.