________________
૯૯
જે મોક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહો !
ચિન્મુર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫.
અર્થ : જે (ચેતિયતા) મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો - સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ - એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો.
विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा ।
सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो ।। २३६ ॥
ચિન્મુર્તિ મન-રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો, તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતષ્ટિ જાણવો. ૨૩૬.
અર્થ :જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો (-ચડ્યો થકો) મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) ભ્રમણ કરે છે, તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દષ્ટિ જાણવો.