________________
જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથે તેમ જ રાગ કરવો પરિતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને,
નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯. અર્થ જેમ કોઈ પુરુષ કુત્સિત શીલવાળા અર્થાતુ ખરાબ સ્વભાવવાળા પુરુષને જાણીને તેની સાથે સંસર્ગ અને રાગ કરવો છોડી દે છે, તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષો કર્મપ્રકૃતિના શીલ-સ્વભાવને કુત્સિત અર્થાત ખરાબ જાણીને તેની સાથે સંસર્ગ છોડી દે છે અને રાગ છોડી દે છે.
रत्तो बंधदि कम्मं मुञ्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज॥ १५०॥ જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે,
-એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦. અર્થ રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે - આ જિનભગવાનનો ઉપદેશ છે; માટે (હે ભવ્ય જીવ!) તું કર્મોમાં પ્રીતિ - રાગ ન કર.
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं॥१५१॥ પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે,
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. અર્થ નિશ્ચયથી જે પરમાર્થ (પરમ પદાર્થ) છે, સમય છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે, તે સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે.
परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ॥१५२॥ પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
સઘળું ય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫ર. અર્થ પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેનાં તે સર્વતપ અને વ્રતને સર્વજ્ઞો
બાળતા અને બાળવ્રત કહે છે.