________________
८४ અવસ્થામાં તેઓ નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી - જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભોગ્ય છે તેમ; તેઓ ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં બંધન કરે છે - જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે તેમ. આ કારણથી સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે, કારણ કે આસવભાવના અભાવમાં પ્રત્યયોને (કર્મના) બંધક કહ્યા નથી.
रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति ॥ १७७॥ हेद चदुब्बियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ॥ १७८ ॥ નહિ રાગદ્વેષ, ન મોહ - એ આસ્રવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસ્વભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૦૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. અર્થઃ રાગ, દ્વેષ અને મોહ - એ આસવો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્યયો કર્મબંધના કારણ થતા નથી.
(મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે, અને તેમને પણ (જીવના) રાગાદિ ભાવો કારણ છે; તેથી રાગાદિ ભાવોના અભાવમાં કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.)
जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं। मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो॥१७९ ॥ तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बझते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ॥ १८० ॥ પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦.