________________
૫. સંવર અધિકાર
उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥ १८१॥ अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि॥१८२॥ एदं तु अविवरीदं गाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भाव उवओगसुद्धप्पा॥१८३॥ ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. અર્થ ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી
ક્રોધ નથી. આઠ પ્રકારના કર્મ તેમ જ નોકર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમ જ નોકર્મ નથી. -આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે, ત્યારે તે ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી.
जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दुणाणित्तं ॥ १८४॥ एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो॥ १८५॥
જ્યમ અગ્નિતમ સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪.