________________
૭૬
૩. પુણ્ય-પાપ અધિકાર
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५ ॥
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને !
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ? ૧૪૫.
અર્થ : અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે(-સારું છે) એમ તમે જાણો છે ! તે સુશીલ કેમ હોય કે જે (જીવને) સંસારમાં પ્રવેશ કરાવે છે ?
सोवणियं पि णिलं बंधदि कालायसं पि जह पुरिसं । बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ॥ १४६ ॥
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરૂષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬.
અર્થ : જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કરેલું કર્મ જીવને (અવિશેષપણે) બાંધે છે.
तम्हा दु कुसीलेहि य रागं मा कुह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरागेण ॥ १४७ ॥ તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલ તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
અર્થ : માટે એ બન્ને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે).
जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता । वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च ॥ १४८ ॥
एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं । वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा ॥ १४९ ॥