________________
૮૦. णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णादव्वो॥१६२॥ चारित्तपडिणिलद्धं कसायं जिणवरेहि परिकहियं। तस्सोदयेण जीवो अचरित्तो होदि णादव्वो॥१६३ ॥ સમત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. અર્થ સમ્યકત્વને રોકનારું મિથ્યાત્વ છે એમ જિનવરોએ કહ્યું છે, તેના ઉદયથી જીવ મિથ્યાદષ્ટિ થાય છે એમ
જાણવું. જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જિનવરોએ કહ્યું છે, તેના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે એમ જાણવું. ચારિત્રને રોકનાર કષાય છે એમ જિનવરોએ કહ્યું છે, તેના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ
જાણવું.