________________
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ॥१५७॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ॥१५८॥ वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ॥१५९॥ મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યકત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યાં વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
ચારિત્ર પામે નાશ લિસ કષાયમળથી જાણવું. ૧૫૯. અર્થ જેમ વસ્ત્રનો શ્વેતભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે – તિરોભૂત થાય છે, તેવી રીતે
મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું - વ્યાપ્ત થયું - થર્ક સમ્યકત્વ ખરેખર તિરોભૂત થાય છે એમ જાણવું. જેમ વસ્ત્રનો શ્વેતભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે – તિરોભૂત થાય છે, તેવી રીતે અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું જ્ઞાન તિરોભૂત થાય છે એમ જાણવું. જેમ વસ્ત્રનો શ્વેતભાવ મેલથી મળવાથી ખરડાયો થકો નાશ પામે છે-તિરોભૂત થાય છે, તેવી રીતે કષાયરૂપી મેલથી ખરડાયું વ્યાપ્ત થયું થયું ચારિત્ર પણ તિરોભૂત થાય છે એમ જાણવું.
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६०॥ તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને,
સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. અર્થ તે આત્મા (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તો પણ પોતાના કર્મમળથી ખરડાયો - વ્યાસ થયો - થકો સંસારને વ્યાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી.
सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो मिच्छादिहि त्ति णादव्वो॥ १६१॥