________________
૭૫ અર્થ જીવમાં કર્મ (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે તથા સ્પર્શાવેલું છે એવું વ્યવહારનયનું કથન છે અને જીવમાં કર્મ અણબંધાયેલું છે, અણસ્પશાયેલું છે એવું શુદ્ધનયનું કથન છે.
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो॥१४२॥ છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર” છે. ૧૪૨. અર્થ જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે - એ પ્રકારે તો નયપક્ષ જાણ; પણ જે પક્ષીતિક્રાંત (અર્થાતુ પક્ષને ઓળંગી ગયેલો ) કહેવાય છે તે સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो॥१४३॥ નયયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે,
નયપક્ષ કંઇ પણ નવ ગ્રહ, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩. અર્થ નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો), બન્ને નયોના કથનને કેવળ જાણે જ છે પરંતુ નયપક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી.
सम्मइंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं। सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो॥१४४॥ સમ્યત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર” છે. ૧૪૪. અર્થ જે સર્વનયપક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે; આને જ (સમયસારને જ) કેવળ
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા (નામ) મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)