________________
૭૩
तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा॥१३४॥ एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं॥ १३५ ॥ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया। तझ्या दु होदि हेदू जीवो परिणामभावाणं॥ १३६ ॥ અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨. જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩. શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો, ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કામણવરગણારૂપ જે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણ વરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે,
આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬ અર્થ જીવોને જે તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે તે અજ્ઞાનનો ઉદય છે
અને જીવને જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે; વળી જીવોને જે અવિરમણ અર્થાતું. અત્યાગભાવ છે તે અસંયમનો ઉદય છે અને જીવોને જે મલિન (અર્થાતુ જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે તે કષાયનો ઉદય છે; વળી જીવોને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ (મન-વચન-કાયા આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ.
આ (ઉદયો) હેતુભૂત થતાં જે કામર્ણવર્ગણાગત (કામર્ણવર્મણારૂપ) પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવરૂપે આઠ પ્રકારે પરિણમે છે, તે કામણવર્ગણાગત પગલદ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો હેતુ થાય છે.
जइ जीवेण सह च्चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो। एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा॥१३७॥