________________
19
અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે-તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણાવે ક્રોધમાં - મિથ્થા બને. ૧૨૪. ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે,
માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫. અર્થ સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ ! આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને
ક્રોધાદિભાવે સ્વયં પરિણમતો નથી એમ જો તારો મત હોય તો તે (જીવ) અપરિણામ ઠરે છે; અને જીવ પોતે ક્રોધાદિભાવે નહિ પરિણમતાં, સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે જીવને ક્રોધપણે પરિણાવે છે એમ હું માને તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહિ પરિણમતા એવા જીવને કોધ કેમ પરિણાવી શકે? અથવા જો આત્મા પોતાની મેળે ક્રોધભાવે પરિણમે છે એમ તારી બુદ્ધિ હોય, તો ક્રોધ જીવને ક્રોધપણે પરિણાવે છે એમ કહેવું મિથ્યા કરે છે.
માટે એ સિદ્ધાંત છે કે ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) આત્મા ક્રોધ જ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા જ છે અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ જ છે.
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६ ।। જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬. અર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે.
अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दु ण कुणदि तम्हा दु कम्माणि ॥१२७॥ અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને;
પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને ૧૨૭. અર્થ : અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે તેથી જ્ઞાની કર્મોને કરતો નથી.
णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो। जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हुणाणमया॥१२८॥