________________
અર્થ આ પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કર્મભાવે સ્વયં પરિણમતું નથી એમ જો માનવામાં આવે
તો તે અપરિણામી ઠરે છે; અને કાશ્મણવર્ગણાઓ કર્મભાવે નહિ પરિણમતાં, સંસારનો અભાવ ઠરે છે અથવા સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
વળી જીવ પુદ્ગલદ્રવ્યોને કર્મભાવે પરિણાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહિ પરિણમતી એવી તે વર્ગણાઓને ચેતન આત્મા કેમ પરિણમાવી શકે ? અથવા જો પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મભાવે પરિણમે છે એમ માનવામાં આવે, તો જીવ કર્મને અર્થાત્ પુદગલદ્રવ્યને કર્મપણે પરિણમાવે છે એમ કહેવું મિથ્યા કરે છે.
માટે જેમ નિયમથી કર્મરૂપે પરિણમેલું પગલદ્રવ્ય કર્મ જ છે તેવી રીતે જ્ઞાનાવરણાધિરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ જ જાણો. ૧. કર્મ = નું કાર્ય, જેમ કે - માટીનું કર્મ ઘડો.
ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं। जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि॥१२१॥ अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा॥१२२॥ पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो॥१२३॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी। कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा॥१२४ ॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा। माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो॥१२५ ॥ કર્મે સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે, તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે ! ૧૨૧. ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨. જો ક્રોધ-પુદ્ગલકર્મ-જીવને પરિણાવે ક્રોધમાં, યમ ક્રોધ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩.