________________
૫૯
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तच्चित्तो सव्वे एदे खयं णेमि ॥७३॥ છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩ અર્થ જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો, તેમાં (-તે ચૈતન્ય-અનુભવમાં) લીન થતો (હું) આ કોધાદિક સર્વ આસવોને ક્ષય પમાડું છું.
जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य। दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं ॥७४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭. અર્થ આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધુવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે.
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदिणाणी॥७५ ॥ પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭પ. અર્થ : જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે.
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं ॥ ७६ ॥ વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬ અર્થ જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે-રૂપે ઊપજતો નથી.
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु सगपरिणाम अणेयविहं ॥७७ ॥