________________
जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुंति ॥८६॥ જીવભાવ, પુગલભાવ-બન્ને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાદષ્ટિ એવા ક્રિક્રિયાવાદી ઠરે. ૮૬. ' અર્થ : જેથી આત્માના ભાવને અને પુલના ભાવને – બન્નેને આત્મા કરે છે એમ તેઓ માને છે તેથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા મિશ્રાદષ્ટિ છે.
मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं। अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ॥ ८७॥ મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭. અર્થ વળી, જે મથ્યાત્વ કહ્યું તે બે પ્રકારે છે - એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; અને એવી જ
રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધાદિ કષાયો - આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं। उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो दु॥८८॥ મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮. અર્થ : જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પુદ્ગલકર્મ છે; અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે.
उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स। मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो॥८९॥ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
-મિથ્યાત્વને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. અર્થ અનાદિથી મોયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન
અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા.