________________
एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता॥९० ॥ એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. અર્થ અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી, આત્માનો ઉપયોગ - જો કે (શુદ્ધનયથી) તે
શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તો પણ - ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી)ભાવને પોતે કરે છે તે ભાવનો તે કર્તા થાય છે.
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ॥ ९१ ॥ જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને;
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. અર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે.
परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो। अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि॥९२॥ પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે,
અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨. અર્થ : જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા થાય છે.
परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो। सो णाणमओ जीवो कम्माणमकारगो होदि॥९३॥ પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે,
એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩. અર્થ જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે
અર્થાત્ કર્તા થતો નથી.