________________
૫૬
જીવમાં કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને ‘જીવનો આ વર્ણ છે” એમ જિનદેવોએ વ્યવહારથી કહ્યું છે. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, દેહ, સંસ્થાન આદિ જે સર્વ છે, તે સર્વ વ્યવહારથી નિશ્ચયના દેખનારા કહે છે.
तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी। संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई ॥६१॥ સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧. અર્થ વર્ણાદિક છે તે સંસારમાં સ્થિત જીવોને તે સંસારમાં હોય છે અને સંસારથી મુક્ત થયેલા જીવોને નિશ્ચયથી વર્ણાદિક કોઇ પણ (ભાવો) નથી; (માટે તાદામ્યસંબંધ નથી).
जीवो चेव हि एदे सब्वे भाव त्ति मण्णसे जदि हि। जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई ॥६२॥ આ ભાવ સર્વે જીવ છે જો એમ હું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨. અર્થ વર્ણાદિકની સાથે જીવનું તાદાભ્ય માનનારને કહે છે કે હે મિથ્યા અભિપ્રાયવાળા! જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વ ભાવો જીવ જ છે, તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી.
अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी। तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥६३॥ एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी। णिव्वाणमुवगदो वि य जीवत्तं पोग्गलो पत्तो॥६४॥ વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિવને; ૬૩. એ રીત પુદ્ગલ તે જ જીવ, હેમૂઢમતિ ! સમલક્ષણે,
ને મોક્ષ પ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને ! ૬૪. અર્થ અથવા જો તારો મત એમ હોય કે સંસારમાં સ્થિત જીવોને જ વર્ણાદિક (તાદાત્મસ્વરૂપે) છે, તો તે કારણે
સંસારમાં સ્થિત જીવો રૂપીપણાને પામ્યા; એમ થતાં, તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો)