________________
૫૪
णो ठिदिबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा। णेव विसोहिट्ठाणा णो संजमलद्धिठाणा वा॥५४॥ णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स। जेण दु एदे सव्वे पोग्गलदव्वस्स परिणामा॥५५॥ નથી વર્ણ જીવને, ગંધનહિ, નહિસ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કે ના શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં, ૫૦. નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં, નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧. નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; પર. જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં, નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં, ૫૩. સ્થિતિબંધસ્થાન ન જીવને, સંકલેશસ્થાનો પણ નહીં,
સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિના સ્થાનો નહીં; ૫૪. નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં,
પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. પ૫. અર્થ જીવને વર્ણ નથી, ગંધ પણ નથી, રસ પણ નથી અને સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી,
સંસ્થાન પાગ નથી, સંવનન પણ નથી; જીવને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મોહ પણ વિદ્યમાન નથી, પ્રત્યયો (આસો) પણ નથી, કર્મ પણ નથી અને નોકર્મ પણ તેને નથી; જીવને વર્ગ નથી, વર્ગણા નથી, કોઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મસ્થાનો પણ નથી અને અનુભાગસ્થાનો પણ નથી; જીવને કોઇ યોગસ્થાનો પણ નથી અથવા બંધસ્થાનો પણ નથી, વળી ઉદયસ્થાનો પણ નથી, કોઈ માર્ગણાસ્થાનો પણ નથી; જીવને સ્થિતિબંધસ્થાનો પણ નથી અથવા સંકલેશસ્થાનો પણ નથી, વિશુદ્ધિસ્થાનો પણ નથી અથવા સંયમલબ્ધિસ્થાનો પણ નથી; વળી જીવને જીવસ્થાનો પણ નથી અથવા ગુણસ્થાનો પણ નથી; કારણ કે આ બધા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે.
ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया। गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥५६॥