________________
૫૫
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઇ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
અર્થ ઃ આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તો જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), પરંતુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઇ પણ જીવના નથી.
एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो ।
ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।। ५७ ॥
આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો; ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭.
અર્થ ઃ આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો જાણવો અને તેઓ તે જીવના નથી કારણ કે જીવ તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે).
पंथे मुस्तं पस्सिदू लोगा भणति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ॥ ५८ ॥
तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सव्वे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति ।। ६० । દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’બોલે જનો વ્યવહારી, પણ નહિ પંથ કો લૂંટાય છે; ૫૮. ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો, ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. ૫૯.
એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે, નિશ્ચય તણા દૃષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૮. અર્થ : જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો દેખીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ વ્યવહારી લોકો કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો કોઇ માર્ગ તો નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; તેવી રીતે