________________
૫૩
एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं। जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो॥ ४८ ।। ‘નિર્ગમન આ નૃપનું થયું -નિર્દેશ સૈન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭. ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
-સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮. અર્થ : જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં “આ રાજા નીકળ્યો' એમ આ જે સેનાના સમુદાયને કહેવામાં
આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે, તે સેનામાં (વાસ્તવિકપણે) રાજા તો એક જ નીકળ્યો છે; તેવી જ રીતે અધ્યવસાન આદિ અન્યભાવોને ‘(આ)જીવ છે” એમ પરમાગમમાં કહ્યું છે તે વ્યવહાર કર્યો છે, નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ તો એક જ છે.
अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिठ्ठसंठाणं ॥ ४९ ॥ જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૯. અર્થ હે ભવ્ય ! તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત્ ઇન્દ્રિયોને ગોચર નથી એવો,
ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત, કોઇ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને તેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ.
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसोण वि य फासो। ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो। णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि॥५१॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई। णो अज्झप्पट्ठाणा णेव य अणुभागठाणाणि ॥५२॥ जीवस्स पत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा। णेव य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई॥५३॥