________________
૫ર
નોકર્મને જીવ માને છે. અન્ય કોઈ કર્મના ઉદયને જીવ માને છે, કોઈ ‘જે તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે તે જીવ છે ' એમ કર્મના અનુભાગને જીવ ઇચ્છે છે (માને છે). કોઈ જીવ અને કર્મ બન્ને મળેલાંને જ જીવ માને છે અને અન્ય કોઈ કર્મના સંયોગથી જ જીવ માને છે. આ પ્રકારના તથા અન્ય પણ ઘણા પ્રકારના દુબુદ્ધિઓ-મિથ્યાદષ્ટિઓ પરને આત્મા કહે છે. તેમને નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) પરમાર્થવાદી ( સત્યાર્થ કહેનારા) કહ્યા નથી.
एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा। केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुच्चंति॥४४॥ પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ
સહુકેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪. અર્થ આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ ભાવો છે તે બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યાં છે એમ કેવળી સર્વજ્ઞ જિનદેવોએ કહ્યું છે તેમને જીવ એમ કેમ કહી શકાય?
अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति। जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स॥ ४५ ॥ રે ! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. અર્થ આઠ પ્રકારનું કર્મ છે તે સર્વ પુદ્ગલમય છે એમ જિનભગવાન સર્વશદેવો કહે છે - જે પકવ થઈ ઉદયમાં આવતાં કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે એમ કહ્યું છે.
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं। जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ॥४६॥ વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬. અર્થ આ સર્વ અધ્વસાનાદિ ભાવો છે તે જીવ છે એવો જિનવરોએ જે ઉપદેશ વર્ણવ્યો છે તે વ્યવહારનય દર્શાવ્યો છે.
राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो। ववहारेण दु वुच्चदि तत्थेको णिग्गदो राया॥४७॥