________________
૪૯
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨
અર્થ ઃજે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્ય દ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે.
जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स । 1 तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३॥ જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
અર્થ : જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ‘ક્ષીણમોહ’ એવા નામથી કહે છે.
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्तिणादूणं ।
तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ॥ ३४ ॥
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
અર્થ : જેથી ‘પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે’ એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે - ત્યાગે છે, તેથી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજુ કાંઇ નથી.
जह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि ।
तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी ॥ ३५ ॥
આ પારકું એમ જાણીને પરંદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે.
૩૫.
અર્થ : જેમ લોકમાં કોઇ પુરુષ પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને ‘આ પરભાવ છે’ એમ જાણીને તેમને છોડે છે.
मम को विमोहो बुज्झदि उवओग एव अहमेक्को ।
तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ॥ ३६ ॥