________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
૩૩
અનુભવની દશામાં સૂર્યનું દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं रति-मंडलकै उदै महि-मंडलमैं ,
आतप अटल तम पटल विलातु है।। तैसैं परमातमाको अनुभौ रहत जौलौं,
तौलौं कहूँ दुविधा न कहूँ पच्छपातु है।। नयकौ न लेस परवानकौ न परवेस
निच्छेपके वंसकौ विधुंस होत जातु है।। जे जे वस्तु साधक है तेऊ तहां बाधक हैं,
વાવણી ૨ા તોષવી વસાવી વકીન વાસુદા ૬૦ ના શબ્દાર્થ- મહિ-મંડળ=પૃથ્વીતળ. વિલાહૈ=નાશ પામી જાય છે. પરવાન=પ્રમાણ. વંસકો=સમુદાયનું. પરવેસ (પ્રવેશ )=પહોંચ.
અર્થ:- જેવી રીતે સૂર્યના ઉદયમાં પૃથ્વી ઉપર તડકો ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થઈ જાય છે, તેવી જ રીતે જ્યાં સુધી શુદ્ધ આત્માનો અનુભવ રહે છે ત્યાં સુધી કોઈ વિકલ્પ અથવા નય આદિનો પક્ષ રહેતો નથી. ત્યાં નય-વિચારનો લેશ પણ નથી, પ્રમાણની પહોંચ નથી અને નિક્ષેપોનો સમુદાય નષ્ટ થઈ જાય છે. પહેલાની દશામાં જે જે વાતો સહાયક હતી તે જ અનુભવની દશામાં બાધક થાય છે અને રાગ-દ્વેષ તો બાધક છે જ.
ભાવાર્થ- નય તો વસ્તુનો ગુણ સિદ્ધ કરે છે અને અનુભવ સિદ્ધ વસ્તુનો હોય છે, તેથી અનુભવમાં નયનું કામ નથી; પ્રત્યક્ષ-પરોક્ષ આદિ પ્રમાણ અસિદ્ધ વસ્તુને સિદ્ધ કરે છે ત્યાં અનુભવમાં વસ્તુ સિદ્ધ જ છે માટે પ્રમાણ પણ અનાવશ્યક છે, નિક્ષેપથી વસ્તુની સ્થિતિ સમજવામાં આવે છે ત્યાં અનુભવમાં શુદ્ધ આત્મપદાર્થનું ભાન રહે છે
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं।
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रं ।। किमपरमभिदध्मो धाम्नि सर्वंकषे ऽस्मि
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com