________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
સમયસાર નાટક મોટો તફાવત છે.
આસ્રવનું થવું તેરમા ગુણસ્થાન સુધી યોગોની પ્રવૃત્તિ હોવાથી રહે છે અને ચોથા ગુણસ્થાનમાં તો સિત્તેર પ્રકૃતિઓનો બંધ કહ્યો છે, વળી સમ્યગ્દષ્ટિ જીવોને અવ્રતની દશામાં જે નિરાસ્રવ કહ્યા છે તેનો અભિપ્રાય એ છે કે અનંત સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ અને તેની સાથે અનુબંધ કરનારી અનંતાનુબંધી ચોકડીનો ઉદય સમ્યકત્વની દશામાં રહેતો નથી તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી જનિત એકતાળીસ પ્રકૃતિઓનો તો સંવર જ રહે છે, બાકીની પ્રકૃતિઓનો બહુ જ ઓછા અનુભાગ અથવા સ્થિતિવાળો બંધ થાય છે અને ગુણશ્રેણિ નિર્જરા શરૂ થાય છે તેથી અજ્ઞાનીના સિત્તેર ક્રોડાકોડી સાગર-પ્રમાણ અને તીવ્રતમ અનુભાગની સામે જ્ઞાનીનો આ બંધ કોઈ ગણતરીમાં નથી, તેથી જ્ઞાનીઓને નિરાસ્રવ કહ્યા છે. વાસ્તવમાં મિથ્યાત્વ જ આસવ છે અને તે સમ્યકત્વના ઉદયમાં નથી રહેતું. આસવ વિભાવ-પરિણતિ છે, પુદ્ગલમય છે, પુગલજનિત છે, આત્માનો નિજ-સ્વભાવ નથી, એમ જાણીને જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં વિશ્રામ લે છે અને અતુલ, અખંડ, અવિચળ, અવિનાશી, ચિદાનંદરૂપ સમ્યગ્દર્શનને નિર્મળ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com