________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા અને જ્ઞાનમાં અકર્તા છે. ( સવૈયા એકત્રીસા) जीव अरु पुदगल करम रहैं एक खेत,
जदपि तथापि सत्ता न्यारी न्यारी कही है। लक्षन स्वरूप गुन परजै प्रकृति भेद,
दुहूंमै अनादिहीकी दुविधा है रही है ।। एतेपर भिन्नता न भासै जीव करमकी,
जौलौं मिथ्याभाव तौलौं अधि बाउ बही है। ग्यानकै उदोत होत ऐसी सूधी द्रिष्टि भई,
जीव कर्म पिंडकौ अकरतार सही है ।। १३ ।। અસ્તિત્વ. દુવિધા ભેદભાવ. ધિ ઉલટી. સુધી
ખરેખર.
શબ્દાર્થ:- સત્તા દ્રિષ્ટિ સાચી શ્રદ્ધા. સહી
=
=
=
=
૨૫૧
અર્થ:- જો કે જીવ અને પૌદ્ગલિક કર્મ એકક્ષેત્રાવગાહ સ્થિત છે તોપણ બન્નેની સત્તા જુદી જુદી છે. તેમના લક્ષણ, સ્વરૂપ, ગુણ, પર્યાય, સ્વભાવમાં અનાદિનો જ ભેદ છે. આટલું હોવા છતાં પણ જ્યાં સુધી મિથ્યાભાવનો ઉલટો વિચાર ચાલે છે ત્યાં સુધી જીવ-પુદ્દગલની ભિન્નતા ભાસતી નથી, તેથી અજ્ઞાની જીવ પોતાને કર્મનો કર્તા માને છે, પણ જ્ઞાનનો ઉદય થતાં જ એવું સત્ય શ્રદ્ધાન થયું કે ખરેખર જીવ કર્મનો કર્તા નથી.
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।।९।
વિશેષઃ- જીવનું લક્ષણ ઉપયોગ છે, પુદ્દગલનું લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. જીવ અમૂર્તિક છે, પુદ્દગલ મૂર્તિક છે. જીવના ગુણ દર્શન, જ્ઞાન, સુખ આદિ છે, પુદ્દગલના ગુણ, સ્પર્શ, રસ, ગંધ વર્ણ આદિ છે. જીવની પર્યાયો નર-નારક આદિ છે, પુદ્દગલની પર્યાયો ઇંટ, પત્થર, પૃથ્વી આદિ છે. જીવ અબંધ અને અખંડ દ્રવ્ય છે, પુદ્દગલમાં સ્નિગ્ધ-રુક્ષપણું છે. તેથી તેના પરમાણુ મળે છે અને છૂટા પડે છે. ભાવ એ છે કે બન્નેના દ્રવ્ય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com