________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩)
સમયસાર નાટક | શબ્દાર્થ- અચિત = અચેતન-જડ. ચિત = ચેતન. મતિમાન = બુદ્ધિમાનસમ્યજ્ઞાની.
અર્થ:- કોઈ કોઈ મૂર્ખ કહે છે કે એક શરીરમાં જ્યાં સુધી ચેતન-અચેતન પદાર્થોના તરંગ ઉઠે છે, ત્યાં સુધી જે જોગરૂપ પરિણમે તે જોગી જીવ અને જે ભોગરૂપ પરિણમે તે ભોગી જીવ છે, આવી રીતે શેયરૂપ ક્રિયાના જેટલા ભેદ થાય છે, જીવના તેટલા ભેદ એક દેહમાં ઊપજે છે તેથી આત્મસત્તાના અનંત અંશ થાય છે. તેમને સમ્યજ્ઞાની કહે છે કે એક શરીરમાં એક જ જીવ છે, તેના જ્ઞાનગુણના પરિણમનથી અનંત ભાવરૂપ અંશ પ્રગટ થાય છે. આ જીવ શરીરથી ભિન્ન છે, કર્મસંયોગથી રહિત છે અને સદા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યગુણ-સમ્પન્ન છે. ૨૫.
તેરમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ एक छिनवादी कहै एक पिंड मांहि,
एक जीव उपजत एक विनसत है। जाही समै अंतर नवीन उतपति होइ
ताही समै प्रथम पुरातन बसत है।। सरवांगवादी कहै जैसै जल वस्तु एक,
सोई जल विविध तरंगनि लसत है। तैसै एक आतम दरब गुन परजैसौं,
अनेक थयौ पै एकरूप दरसत है।। २६ ।। શબ્દાર્થ:- સરવાંગવાદી = અનેકાંતવાદી. તરંગનિ = લહેરો.
અર્થ - કોઈ કોઈ ક્ષણિકવાદી–બૌદ્ધ કહે છે કે એક શરીરમાં એક જીવ ઉપજે છે અને એક નાશ પામે છે, જે ક્ષણે નવો જીવ ઉત્પન્ન થાય છે તેના પહેલાના સમયમાં પ્રાચીન જીવ હતો. તેમને સ્યાદ્વાદી કહે છે કે જેવી રીતે પાણી એક પદાર્થ
प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना
निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति। स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवत् जीवति।।१४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com