________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૫
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ
(દોહરા) ऐसे मूढ़ कुकवि कुधी, गहै मृषा मग दौर। रहै मगन अभिमानमैं, कहैं औरकी और।।१६।। वस्तुसरूप लखै नहीं, बाहिज द्रिष्टि प्रवांन।
मृषा विलास विलोकिकै, करै मृषा गुन गान।।१७।। અર્થ:- આ રીતે મિથ્યાદષ્ટિ કુકવિઓ ઉન્માર્ગ પર ચાલે છે અને અભિમાનમાં મસ્ત થઈને અન્યથા કથન કરે છે. તેઓ પદાર્થનું અસલી સ્વરૂપ જોતા નથી, બાહ્યદષ્ટિથી અસત્ય પરિણતિ જોઈને જૂઠું વર્ણન કરે છે. ૧૬-૧૭.
જૂઠું ગુણગાન કથન (સવૈયા એકત્રીસા) मांसकी गरंथि कुच कंचन-कलस कहैं ,
कहै मुख चंद जो सलेषमाको घरु है। हाड़के दसन आहि हीरा मोती कहैं ताहि,
मांसके अधर ओंठ कहैं बिंबफरु है।। हाड़ दंड भुजा कहैं कौंलनाल कामधुजा,
हाड़हीकै थंभा जंघा कहैं रंभातरु है। योंही झूठी जुगति बनावै औ कहावै कवि,
ચેતેપ૨ વર્ષે હરૈ સા૨વા વરુ હૈ તા ૨૮ શબ્દાર્થ - ગરંથિ = ગાંઠ. કુચ = સ્તન. સલેષમા (શ્લેખા) = કફ. દસન = દાંત. આહિ = છે. બિંબફરુ (બિંબાફલ) = લાલ રંગનું બિમ્બ નામનું ફળ. કૉલનાલ (કમલનાલ ) = કમળની દાંડી. રંભાતરુ = કેળનું ઝાડ.
અર્થ:- કુકવિ માંસના પિંડરૂપ સ્તનોને સુવર્ણઘટ કહે છે, કફ ખાંસી વગેરેના ઘરરૂપ મુખને ચંદ્રમા કહે છે, હાડકાના દાંતને હીરા-મોતી કહે છે, માંસના હોઠને બિમ્બફળ કહે છે, હાડકાના દંડરૂપ હાથને કમળની દાંડલી અથવા કામદેવની પતાકા કહે છે, હાડકાના થાંભલારૂપ જાંઘને કેળનું વૃક્ષ કહે છે. તેઓ આ રીતે જૂઠી જૂઠી યુક્તિઓ રચે છે અને કવિ કહેવાય છે, અને છતાં પણ કહે છે કે અમને સરસ્વતીનું વરદાન છે. ૧૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com