________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ
૪૧૩ અર્થ:- હવે સકવિ અને કુકવિની થોડીક વાસ્તવિક ચર્ચા કરું છું. તેમાં સુકવિની પ્રથમ શ્રેણી છે. તેઓ પારમાર્થિક રસનું વર્ણન કરે છે, મનમાં કપોળકલ્પના કરતા નથી અને ઋષિ-પરંપરા અનુસાર કથન કરે છે. સત્યાર્થ-માર્ગને છોડતા નથી અને અસત્ય કથનમાં પ્રેમ જોડતા નથી. ૯-૧૦.
(દોહરો) छंद सबद अच्छर अरथ, कहै सिद्धांत प्रवांन।
जो इहि विधि रचना रचै, सो है सुकवि सुजान।।११।। અર્થ:- જે છંદ, શબ્દ, અક્ષર, અર્થની રચના સિદ્ધાંત અનુસાર કરે છે તે જ્ઞાની સુકવિ છે. ૧૧.
કુકવિનું લક્ષણ ( ચોપાઈ ) अब सुनु कुकवि कहै है जेसा।
अपराधी हिय अंध अनेसा।। मृषाभाव रस वरनै हितसौं।
नई उकति उपजावै चितसौं।।१२।। ख्याति लाभ पूजा मन आनै।
परमारथ-पथ भेद न जानै।। वानी जीव एक करि बूझै।
जाकौ चित जड ग्रंथ न सूझै।।१३।। અર્થ - હવે કુકવિ કેવા હોય છે તે કહું છું, તે સાંભળો. તે પાપી હૃદયનો, અંધ અને હઠાગ્રહી હોય છે, તેના મનમાં જે નવી કલ્પનાઓ ઊપજે છે તેનું અને સાંસારિક રસનું વર્ણન ખૂબ પ્રેમથી કરે છે, તે મોક્ષમાર્ગનો મર્મ જાણતો નથી અને મનમાં ખ્યાતિ, લાભ, પૂજા આદિની ઈચ્છા રાખે છે. છે. તે વચનને આત્મા જાણે છે, હૃદયનો મૂર્ણ હોય છે, તેને શાસ્ત્રજ્ઞાન નથી.૧૨-૧૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com