________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૧
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ तैसै एक सत्तामैं , अनंत गुन परजाय,
पर्जमैं अनंत नृत्य तामैऽनंत ठट है। ठटमै अनंतकला, कलामैं अनंतरूप,
रूपमैं अनंत सत्ता, ऐसौ जीव नट है।।५।। અર્થ - જેવી રીતે એક વડના ઝાડ પર અનેક ફળ હોય છે, પ્રત્યેક ફળમાં ઘણા બીજ અને પ્રત્યેક બીજમાં પાછું વડના ઝાડનું અસ્તિત્વ રહે છે અને બુદ્ધિથી વિચારવામાં આવે તો પાછું તે વડવૃક્ષમાં ઘણા ફળ અને પ્રત્યેક ફળમાં અનેક બીજા અને પ્રત્યેક બીજમાં વડવૃક્ષની સત્તા પ્રતીત થાય છે. આ રીતે વડવૃક્ષના અનંતપણાનો છેડો-પત્તો મળતો નથી. તેવી જ રીતે જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે. ૫.
(દોહરા) ब्रह्मग्यान आकासमै, उडै सुमति खग होइ।
यथा सकति उद्दिम करै, पार न पावै कोइ।।६।। અર્થ:- બ્રહ્મજ્ઞાનરૂપી આકાશમાં જો શ્રુતજ્ઞાનરૂપી પક્ષી શક્તિ અનુસાર ઊડવાનો પ્રયત્ન કરે, તો કદી અંત પામી શકતો નથી. ૬.
(ચોપાઈ) ब्रह्मग्यान-नभ अंत न पावै।
सुमति परोछ कहांलौं धावै।। जिहि विधि समयसार जिनि कीनौं।
तिनके नाम कहौं अब तीनौं।।७।। અર્થ:- બ્રહ્મજ્ઞાનરૂપ આકાશ અનંત છે અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કયાં સુધી દોડ લગાવે ? હવે જેમણે સમયસારની જેવી રચના કરી છે તે ત્રણેના નામ કહું છું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com