________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ
(ચોપાઈ ) भयौ ग्रंथ संपूरन भाखा।
__ वरनी गुनथानककी साखा।। वरनन और कहांलौं कहियै।
जथा सकति कहि चुप है रहियै।।१।। અર્થ:- ભાષાનો સમયસાર ગ્રંથ સમાસ થયો અને ગુણસ્થાન અધિકારનું વર્ણન કર્યું. એનું વિશેષ કેટલું વર્ણન કરીએ? શક્તિ અનુસાર કહીને ચુપ થઈ જવું ઉચિત છે. ૧.
(ચોપાઈ) लहिये ओर न ग्रंथ उदधिका।
ज्यौं ज्यौं कहियै त्यौं त्यौं अधिका।। तातें नाटक अगम अपारा।
अलप कवीसुरकी मतिधारा।।२।। અર્થ - ગ્રંથરૂપ સમુદ્રનો પાર પામી શકાતો નથી, જેમ જેમ કથન કરતા જઈએ તેમ તેમ વધતો જ જાય છે, કારણ કે નાટક અપરંપાર છે અને કવિની બુદ્ધિ તુચ્છ છે. ૨.
વિશેષ:- અહીં ગ્રંથને સમુદ્રની ઉપમા આપી છે અને કવિની બુદ્ધિને નાની નદીની ઉપમા છે.
(દોહરા) समयसार नाटक अकथ , कविकी मति लघु होइ। तातें कहत बनारसी, पूरन कथै न कोइ।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com