________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વાર
૩૩૩ કહ્યું છે -
णाणाधम्मजुदं पि य एंव धम्मं पि वच्चदे अत्थं।
तस्सेयविक्खादो पत्थि विवक्खाहु सेसाणं ।। २६४।। અર્થ:- તેથી જે ધર્મનું જે અપેક્ષાએ કથન કરવામાં આવ્યું હોય તે ધર્મ, જે શબ્દથી કથન કરવામાં આવ્યું હોય તે શબ્દ, અને તેને જાણનાર જ્ઞાન-એ ત્રણે નય છે. કહ્યું પણ છે કે:
सो चिय इक्को धम्मो वाचयसद्दो वि तस्स धमस्स।
तं जाणदि तं णाणं ते तिण्णि विणय विसेसा य।।
અર્થ - આપણી નિત્યની વાતચીત પણ નય-ગર્ભિત હોય છે, જેમકે જ્યારે કોઈ મરણ-સન્મુખ હોય છે ત્યારે તેને હિંમત આપવામાં આવે છે કે જીવ નિત્ય છે, જીવ તો મરતો નથી, શરીરરૂપ વસ્ત્રનો તેની સાથે સંબંધ છે, તેથી વસ્ત્ર સમાન શરીર બદલવું પડે છે. ન તો જીવ જન્મે છે, ન મરે છે અને ન ધન, સંતાન, કુટુંબ આદિ સાથે તેમનો સંબંધ છે. આ જે કાંઈ કહેવામાં આવ્યું છે તે જીવ પદાર્થના નિત્યધર્મ તરફ દષ્ટિ રાખીને કહેવામાં આવ્યું છે. પછી જ્યારે તે મરી જાય છે અને એના સંબંધીઓને સંબોધન કરે છે ત્યારે કહે છે કે સંસાર અનિત્ય છે, જે જન્મે છે તે મરે જ છે, પર્યાયોનું પલટવું એ જીવનો સ્વભાવ જ છે, આ કથન પદાર્થના અનિત્ય ધર્મ તરફ દષ્ટિ રાખીને કહ્યું છે. કુંદકુંદસ્વામીએ પંચાસ્તિકાયમાં આ વિષયને ખૂબ સ્પષ્ટ કરેલ છે. સ્વામીજીએ કહ્યું છે કે જીવના ચેતના, ઉપયોગ આદિ ગુણ છે, નર, નારક આદિ પર્યાયો છે, જ્યારે કોઈ જીવ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં જાય છે ત્યારે મનુષ્ય પર્યાયનો અભાવ (વ્યય) અને દેવ પર્યાયનો સદ્દભાવ (ઉત્પાદ) થાય છે, પરંતુ જીવ ન ઊપજ્યો છે કે ન મર્યો છે, આ તેનો ધ્રુવધર્મ છે. બસ ! આનું જ નામ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે.
सो चेव जादि मरणं जादि ण णठो ण चेव उप्पण्णो। उप्पण्णो य विणठो देवो मणुसुत्ति पज्जाओ।।१८।।
(પંચાસ્તિકાય પૃ. ૩૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com